Site icon Revoi.in

હોળી પહેલા જ રાજ્યમાં ગરમીનો પારો વધશે- હવામાન વિભાગે 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરતા યલો એલર્ટ જારી કર્યું

Social Share

અમદાવાદઃ- રાજ્યમાં આવનારા દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે, હજી હોળી આવી નથી તે પહેલા જ રાજ્યભરના લોકો ગરમીથી ત્રાહિતામ પોકારી ઉઠ્યા છે, ગુજરાતમાં હાલ ગરમીનો પારો કેટલાક ઠેંકાણે 40 ડિગ્રી સુધી પહોંચતા જ અસહ્ય ગરમી સહન કરવાનો વારો આવ્યો છે.ઘરની બહાર નિકળતા પહેલા વિચાર કરવો પડી રહ્યો છે, જ્યાં થોડા જ દિવસો પહેલા અસહ્ય ઠંડીનો માર હતો ત્યઆ હવે ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે.

આમ જોવા જઈએ તો રાજ્યના શહેર ગાંઘીનગર., રાજકોટ અમદાવાદ વજોદરા અને સુરતમાં હાલ ગુજરાતમાં હીટવેવનો આરંભ થઈ ચૂક્યો છે આ શહેરોમાં હાલ 37 થી 38 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે.

તો બીજી તરફ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરાઈ છે. તો ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી સુધી પારો પહોંચવાનું અનુમાન લગાવાયું છે.

અક જ અઠવાડિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી વધ્યું છે.શુક્રવારે પણ વધુ સવા ડિગ્રી તાપમાન ઉચકાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહેસાણા શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં ગરમીનો પારો એક ડિગ્રી વધીને 36.3 થયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી એક એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીમે ધીમે ગરમીમાં 2 થી 4 ડિગ્રીની વધારો થવાની શક્યતા છે

ગરમીને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે  ઉત્તર પૂર્વ દિશાનો પવન છે જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો નોંધાવાની શક્યતાઓ વધી છે. ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ સુધી યલો એલર્ટજારી લકર્યું છે

જો દરિયાઈ પટ્ટીની વાત કરવામાં આવે તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટ વેવનીશક્યતાઓ નોંધાઈ છે.જેમાં કચ્છ , પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે