આવતા મહિનામાં ગરમીનો પારો વધશે- તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ,દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ
- મે મહિનામાં તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ
- દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ
દિલ્દેહીઃ- શભરમાં ગરની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આવતા મહિના મે માં ગરમી વધવાની ભારે શક્યતાઓ હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ મહિના દરમિયાન તાપમાનનો પાર 48 ડિગ્રી સુધી પહોચે તેવી સંભાવનાો છે. આ માટે દિલ્હી સહીતના લોકોએ તૈયાર રહેવું પડશે કારણ કે ભારે ગરમીના કારણ ેલૂ માં પમ વધારો થશે.
ભારતીય હવામાન વિભાગઅનુસાર, ભારત ઉનાળાના ગંભીર સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે યુપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસ સુધી દેશના મોટા ભાગોમાં હીટ વેવની સ્થિતિ રહેશે.જેમાં તાપમાન 48 સુધી પહોંચી શકે છે.
આ પછી, આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં લગભગ 2 ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલા સપ્તાહ સુધી સ્થિતિ ગંભીર રહેવાની આશા છે. જો કે, આ પછી બીજા સપ્તાહથી વરસાદની સંભાવના પણ સેવાઈ રહી છે, જેના કારણે લોકોને ગરમી અને હીટવેવથી રાહત મળી શકે છે.
આ સાથે જ ઝાંસીમાં, જ્યાં છેલ્લા 10 વર્ષમાં મહત્તમ તાપમાન 45ને પાર નથી થયું, ત્યાં 27 અને 28 એપ્રિલના રોજ દિવસનું તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું.કાનપુરમાં ગુરુવારે પારો 45.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. નવ વર્ષ પહેલા 30 એપ્રિલ 2013ના રોજ અહીં મહત્તમ પારો નોંધાયો હતો
જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં ધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી હતું. આ 12 વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ 18 એપ્રિલ 2010ના રોજ 43.7 ડિગ્રી તાપમાન હતું. શુક્રવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.જેથી આગામી દિવસોમાં દિલ્હના લોકોએ ભારે ગરમીમાં તપવું પડશે આ સાથે જ રાજસ્થાનમાં પમ ભારે ગરનીમી સંભાવનાઓ સેવાઈ રહી છે.