Site icon Revoi.in

દિલ્હીમાં ગરમીથી મળી રાહત – ભારે પવન સાથે વરસાદનું આગમન, 5 દિવસ માટે યલો એલર્ટ જારી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં હવે ચોમાચાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી બાદ બુધવારે મોડી રાત્રે દિલ્હી-NCRમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને હળવા ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  બુધવારે બપોર સુધી ગરમી અને ભેજના કારણે લોકોની હાલત દયનીય  બની હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 45.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ઉત્તર પ્રદેશના મથુરા, હાથરસ અને અલીગઢ જેવા ભાગો સુધી મર્યાદિત હતું. તેમણે કહ્યું કે આ વિસ્તાર પર બનેલો ચાટ રાષ્ટ્રીય રાજધાની તરફ આગળ વધે તેવી સંભાવના છે.

સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પંજાબ પર પ્રેરિત ચક્રવાતી પરિભ્રમણ અને ભેજથી ભરેલા પૂર્વીય પવનો ગુરુવારથી ગરમીમાંથી રાહત આપે તેવી શક્યતા છે

બુધવાની રાત્રે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે પ્રિ-મોન્સુન વરસાદ શરૂ થયો છે. કહેવામાં આવ્યું હતું કે રાત્રે 11 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો, જે રાત્રે 3 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. અવિરત વરસાદ અને તેજ પવનને કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.

ભારતીય હવામાન વિભાગએ બુધવારે બપોર અથવા સાંજ સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં વાવાઝોડા અને ભારે પવનની ‘યલો એલર્ટ’ ચેતવણી જારી કરી હતી.
IMD એ આગામી છ દિવસમાં વાવાઝોડા અથવા હળવા વરસાદની ચેતવણી સાથે ‘યલો એલર્ટ’ જારી કરી છે.આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 જૂન પછી હવામાન ચોખ્ખું થઈ જશે અને સૂકા પશ્ચિમી પવનો પ્રવર્તશે, પરંતુ તાપમાન વધવાની અપેક્ષા નથી.