Site icon Revoi.in

ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં કાલે 42 ડિગ્રી તાપમાન રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે અનુભવ ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. પોરબંદર, ભાવનગર, સુરત  સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું વધી શકે છે. તદુપરાંત ભાવનગર, પોરબંદર અને સુરત સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. આ સાથે ગુજરાતના સૌથી લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે અનુભવ ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. અમદાવાદમાં રવિવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. જે કે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં અમીછાંટણા થતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  મતદાનના દિવસે પણ અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. પવનની દિશા પણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફતી રહેશે. હાલમાં ગુજરાત ઉપર કચ્છના અખાતમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાવાને કારણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે.  અમદાવાદ શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે અમદાવાદવાસીઓને દિવસે ગરમીમાં શેકાયા બાદ રાત્રે ગરમીનો અનુભવ થયો હતો.