સમગ્ર યુરોપમાં કાળઝાર ગરમીનો પ્રકોપ – સ્પેન અને પોર્ટુગલમાં ગરમીથી મૃત્યુઆંક 1700 નજીક પહોંચ્યો
- યુરોપમાં ગરમીનો પ્રકોપ
- અત્યાર સુધી 1700 લોકોના જીવ ગયા
દિલ્હીઃ- હાલ યુરોપ ગરનીમે લઈને ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે,સમગ્ર યુરોપમાં કાળઝાળ ગરમીમાં તપી રહ્યું છે,જાણકારી પ્રમાણે એરપોર્ટના રનવે ઓગળી રહ્યા છે, રેલ્વે ટ્રેક ફેલ થઈ ગયો છે અને રસ્તાઓ પર સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે.
વિતેલા દિવસે ગરમીએ અહીં અનેક સીમા પાર કરી હતી અને બ્રિટનમાં કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું, યુનાઇટેડ કિંગડમમાં કોઈ પણ સ્થાને આ ચિહ્નનો પ્રથમ વખત ભંગ કર્યો હતો. ગયા મહિને, ફ્રાન્સમાં કેટલાક સ્થળોએ 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું .
ગરમીના કારણે સ્પેન અને પોર્ટુગલમાં મૃત્યુઆંક હવે 1700ની નજીક પહોંચી ગયો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા ઘણી અફવાો પણ ફેલાી રહી છે. ટ્રેન સિગ્નલ ગરમીના કારણે ઓગળી ગયું હોવાનો સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે
https://twitter.com/networkrail/status/1549754767966175237?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1549754767966175237%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fphoto-gallery%2Fworld%2Fheatwave-melted-train-signals-in-britain-1700-deaths-in-spain-and-portugal.
આ રેલવે સિગ્નલનો ફોટો બ્રિટનના બેડફોર્ડશાયરના સેન્ડી શહેરનો છે. વાયરલ ફોટોમાં મેલ્ટ સિગ્નલ જોઈ શકાય છે. જો કે, આ ઘટના સ્થળની બીજો ફોટો પણ સામે આવ્યો છે જે દર્શાવે છે કે અહી આગ લાગી હતી. જેના કારણે સિગ્નલ પીગળી ગયા છે અને રેલવે ટ્રેકને પણ અસર થઈ છે.
લંડનના ભાગોમાં જંગલમાં લાગેલી આગમાં કેટલાંય મકાનો નાશ પામ્યા છે. મોટાભાગના દેશોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. અગાઉ, 2019માં સૌથી વધુ તાપમાન 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હજી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ પારો તેની ઉપર જઈ શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે જો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થશે. બ્રિટનમાં ગરમીના કારણે ત્યાંની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે.લોકોના જીવન પર તેની અસર પડી શકે છે.