અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનાના પ્રારંભ સાથે જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એપ્રિલ મહિનાની સાથે જ હવે ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. તેમજ 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં ગરમીના તાપમાનો પારો 41 ડિગ્રીની ઉપર પહોંચ્યો છે. જેથી બપોરના સમયે કામ વગર લોકો બહાર જવાનું ટાળે છે. તેમજ ઓફિસ અને ઘરમાં એસી-પંખા સામે બેસી રહેવાનું પસંદ કરે છે. જો કે, પવન ફુંકાતો હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળે છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી કરી છે.
ગુજરાતમાં ગરમીનો પારો વધતો જાય છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં ધરખમ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. કરી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ , પોરબંદર અને રાજકોટમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી કરાઈ છે.