- દિલ્હીમાં આજે પણ ગરમીનું મોજું યથાવત
- ઉત્તર પૂર્વ બિહારમાં વરસાદની શક્યતા
- હવામાન વિભાગની આગાહી
દિલ્હી:ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે.ઘણા રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ યથાવત છે.પરંતુ ઉત્તર-પૂર્વ બિહારના લોકો વધતા પારામાં થોડી રાહતની આશા રાખી શકે છે.ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પૂર્વોત્તર બિહાર અને આંતરિક તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે. તો,ઝારખંડમાં છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાનમાં વધારો અને ગરમીના મોજાથી લોકોને થોડી રાહત મળવાની સંભાવના છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર,જમ્મુ, હિમાચલ પ્રદેશ, વિદર્ભ અને ગુજરાતમાં હીટ વેવની શક્યતા છે.આ સિવાય રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી એનસીઆર અને મધ્યપ્રદેશમાં 06 એપ્રિલ દરમિયાન હીટ વેવની સ્થિતિ પ્રવર્તશે.IMD અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. તેમજ હીટ વેવની અસર પણ જોવા મળશે.
IMD અનુસાર,આગામી 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે.ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ ઉપરાંત, ઉત્તરપૂર્વ ભારતનો બાકીનો ભાગ, દક્ષિણ કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપ અને અંદમાન -નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.