Site icon Revoi.in

અમદાવાદમાં પૂરફાટ ગતિએ દોડતા વાહનચાલકો સામે આંકરો દંડ વસુલાશેઃ ગતિ માર્યાદા નક્કી કરાઈ

Social Share

અમદાવાદ:  શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસે વાહનો માટે ગતિ મર્યાદા નક્કી કરી છે. છતાં કેટલાક વાહન ચાલકો પૂરફાટ ઝડપે પોતાના વાહનો ચલાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે પાલીસે નિયત ગતિ મર્યાદાથી વધુ વાહન ચલાવનારા સામે ઝૂંબેશ ચલાવીને આકરો દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને અકસ્માતો અટકાવવા તંત્ર અનેક નિતી નિયમો ઘડીને તેનું કડકાઇથી પાલન કરાવવા તૈયારી કરી રહી છે.  શહેરના સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડની આસપાસ 70 કીમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ચલાવનારા સામે આંકરો દંડ વસુલ કરવામાં આવશે. રાજ્ય સરકારે 15 ઓક્ટોબરના રોજ ફરીથી વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમીટ જાહેર કરી છે. શહેર પોલીસે આ મર્યાદાઓને તેના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારમાં લાગુ કરવાનું નક્કી કર્યું છે. નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારમાં કારની ઝડપ મહત્તમ 70 કિમી પ્રતિ કલાક હોવી જોઇએ.તેમજ
100 CCથી વધુ ડિસ્પ્લેસમેન્ટ મોટરસાઇકલ માટે મર્યાદા 60 કિમી પ્રતિ કલાકની રહેશે અને 100 CCથી ઓછી હોય તેવા વાહન માટે 50 કિમી પ્રતિ કલાકની છે. શહેર ટ્રાફિક પોલીસે એસજી રોડ, એસપી રીંગ રોડ અને સિંધુ ભવન રોડ પર અને તેની આસપાસના રસ્તાઓ પર સ્પીડ ગન સાથે ઇન્સ્પેક્ટર તૈનાત કર્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  આ નિયમનો ભંગ કરનારા સામે દંડની જોગવાઇ છે. જેમાં પહેલી વખત નિયમ ભંગ કરનાર માટે રૂ. 2000નો દંડ છે. બીજી વખત ફરી આ ભૂલ પેટે રૂ. 4000 અને ત્રીજી વખત નિયમના ઉલંઘન બદલ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. અમદાવાદ શહેરના  એસપી રીંગ રોડ અને સરખેજ-ગાંધીનગર રોડ શહેરની હદમાં હોવાથી તેમના માટે મહત્તમ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક હોવી જોઇએ.
નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર, એક્સપ્રેસ વે પર કારની સ્પીડ લિમીટ 120 કિમી પ્રતિ કલાક છે, ડિવાઇડર અને ચાર કે તેથી વધુ લેનવાળા હાઇવે પર તેની મર્યાદા 100 કિમી પ્રતિ કલાક છે અને સ્ટેટ હાઇવે પર તે 80 કિમી પ્રતિ કલાક છે.