Site icon Revoi.in

દિલ્હીમાં વરસાદ બાદ ગાઢ ઘુમ્મસ છવાયું -પંજાબ હરિયાણા સહીતના રાજ્યોમાં શીતલહેર વધવાની આગાહી

Social Share

દિલ્હીઃ-દેશની રાજધાનીમાં વરસાદ બાદ વરસાદ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન વધીને 12.2 ડિગ્રી નોંધાયું છે. ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ, 11 અને 12 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં કોલ્ડ વેવની સંભાવનાઓ સેવાઈ રહી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મોટાભાગના ભાગના વિસ્તારોમાં આજરોજ સવારે ધુમ્મસની ચાદર લપેટાયેલી જોવા મળી છે. તેમજ દિવસભર વાદળછાયા વાતાવરણ રહેવાની સંભાવનાઓ  છે. જોકે વરસાદ બાદ દિલ્હીનું લઘુતમ તાપમાન વધી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ખૂબ ઓછી થેલી જોવા મળી છે. વિભાગની આગાહી મુજબ, દિલ્હીમાં 14 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન 10-8 ° સે રહેવાની સંભાવના છે જ્યારે મહત્તમ તાપમાન 16-17 ° સે રહેશે.

દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતાઓ

ભારતના હવામાન વિભાગે કરેલી  આગાહી મુજબ, 11 અને 12 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનમાં કોલ્ડ વેવ થવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ભારતમાં 14 થી 28 જાન્યુઆરી દરમિયાન સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી  છે. આઇએમડી અનુસાર, મધ્ય ભારતમાં 13 જાન્યુઆરી સુધી સામાન્ય વરસાદની સંભાવના છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ યથાવત

દેશના પર્વતીય રાજ્યોમાં બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તરાખંડમાં બરફ, ધુમ્મસ અને ઠંડી ત્રણેય જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડના ઉચાંઇવાળા વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે, જેના કારણે ઠંડીની સાથે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

આ સાથે જ રાજ્યની ઉપલા ભાગો સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલ છે. ભારે બરફવર્ષાથી ઠંડા અનેકગણો વધારો થયો છે, આખા વિસ્તારમાં ભયંકર શીત લહેર ચાલી રહી છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભયંકર હિમવર્ષા પણ થઇ રહી છે.

સાહિન-