અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં પણ સવારથી આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. રાતના સમયે પણ અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટમબર્સને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે રાતના સમયે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેથી વાતવરણ વધારે ઠંડુ બન્યું હતું. દરમિયાન અમદાવાદ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે, બોડકદેવ, ઘાટલોડિયા, સોલા સહિતના વિસ્તારમાં બપોરના સમયે અચાનક વરસાદ વરસ્યો હતો. વિઝીબીલીટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકનો સામનો કરવો પડ્યો હતો.