ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
લખનૌઃ હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે. ઉ.પ્ર ના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરૂણાચલ, અસમ, અને મેઘાલયમાં પણ 8 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
ઉતરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરી છે તેમજ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા છે. સમગ્ર દેશમાં ચોમાસુ હવે ધીમે ધીમે જામી રહ્યું છે, બીજી તરફ ઉત્તરભારતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. બીજી તરફ ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે.