નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પરિસ્થિતિ વણસી છે. આજે પણ ઉત્તર કાશી, દહેરાદૂન, ચમોલી , પિથૌરા ગઢ, નૈનિતાલ, અને રૂદ્ર પ્રયાગમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી ત્યાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. તો મહારાષ્ટ્રમાં પણ મુંબઈ, થાણે અને પાલઘરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.