- અનેક રાજ્યોમાં 2 દિવસ ભારે વરસાદની શક્યતાઓ
- હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ
દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ,ત્યારે ઘણા રાજ્યો ભારે વરસાદનો માર સહન કરી રહ્યા છે જો પહાડી વિસ્તારોની વાત કરીએ તો અહીં વરસાદના કારણે ભૂસ્ખલન જેવી કેટલીક ઘટનાો પ મબનતી જોવા મળી રહી છે તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદને કારણે નીચાણવાળઆ વિસ્તારોમાં પાણી ઘુસવાની સમસ્યા સર્જાઈ રહી છે દેશના ઘમા રાજ્યોમાં હાલ પુર જેવી સ્થિતિ પર જોવા મળે છે,ખાસ ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું જળ સ્તર વધતા વહીવટતંત્ર એલર્ટ બન્યું છે.
હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગોવામાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને આગામી 2-3 દિવસ સુધી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. સાથે જ ગુજરાતના અમદાવાદમાં 9 થી 11 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્તાઓ સેવાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન દક્ષિણ અને દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા અને ઓડિશામાં તીવ્ર વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતાઓ છે. આ સાથે કોંકણ અને ગોવામાં 10 ઓગસ્ટ સુધી અને ઓડિશામાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહમાં પણ તેની અસર જોવા મળશે અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે જણાવ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો 75 ટકા વરસાદ થઈ ગયો છે.
આ સહીત મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અવિરત મુશળધાર વરસાદને કારણે મોટા પ્રમાણમાં જળબંબાકાર અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વિભાગે આગામી 2 થી 3 દિવસમાં ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત, કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં તેમજ મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ‘તીવ્ર વરસાદ’ની આગાહી કરી છે.