Site icon Revoi.in

વાવાઝોડાની વિદાય સાથે જ ઉત્તર ગુજરાતમાં સતત બે દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજ્ય હવામાન વિભાગે તા. 15મી અને તા.16મી જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી તા.16મી જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં 62થી 87 કિમીની ગતિએ પવન ફુંકાવવાની સાથે મધ્યથી ભારે વીજળી થવાની શક્યતાઓ છે. બીજી બાજુ પંચમહાલ, મહીસાગર, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વીજળી સહિત 30થી 50 કિમીની ગતિએ પવન ફુંકાવવાની ભારે શક્યતાઓ છે. જ્યારે તા.17મી જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી તથા ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વીજળી સહિત 62થી 87 કિમીની ગતિએ પવન ફુંકાવવાની શક્યતા છે. બીજી બાજુ પ્રભાવિત વિસ્તોરો સહિતનામાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર અને ગીર-સોમનાથમાં 30થી 50  કિમીના પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.