Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં સાઈક્લોન સર્ક્યુંલેશનને લીધે દક્ષિણમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ પહેલા જ મેધરાજાનું આગનમ થઈ ગયું હતું. અને ચોમાસાના પોણા બે મહિનામાં જ 90 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યા છે. રાજ્યના મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. હવે ખેડુતો પણ વાતાવરણમાં ઉઘાડ નીકળે એવું ઈચ્છે રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની લીધે દક્ષિણ ગુજરાતમાં કાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. એટલે 4થી 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે. કે, ઉત્તર ગુજરાત રિઝનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 3-4 ઓગસ્ટમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત માછીમારોને દરિયાકિનારે ન જવા ચેતવણી આપી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી.

હવામાન વિભાગના કહેવા મુજબ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સિવાય આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. તેમજ પવનની ગતિમાં વધારો રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં વરસાદી ઝાપટાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યમાં આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 92 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે 4 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે. 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદ રહેશે એવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, વાપી, નવસારી, સુરત સહિત અને વિસ્તારોમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી હતી, જેના કારણે જનજીવન અસરગ્રસ્ત પણ થયું હતું. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગના ડાયરેક્ટરે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે. (file photo)