Site icon Revoi.in

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 22મીથી 30મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. આજે બપોર સુધીમાં 10 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ આગામી તા. 22મીથી 30મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં આગામી સપ્તાહમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેના લીધે ભારે વરસાદ પડે એવી શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતો હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, સપ્તાહ દરમિયાન ઘોઘમાર વરસાદ પડે એવી શક્યતા નહીવત છે. પરંતુ આગામી સપ્તાહમાં ગુજરાતીમાં વિવિધ ભાગો પણ સિસ્ટમ સક્રિય થતાં અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાઈ શકે છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ કરતાં વધુ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ હાલમાં હજુ પણ પાંચથી સાત દિવસ દરમિયાન  કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે હાલમાં આગામી કેટલા દિવસો માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી. કારણ કે, અરબસાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય છે તથા હાલમાં 850 HPA લેવલ પર ભેજ છે, તેથી જો કોઈ સ્થળ પર મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તો એ અપવાદરૂપ હશે. કારણ કે, હજુ સપ્તાહ સુધી ભારે વરસાદના એંધાણ નથી. ફક્ત ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આગામી 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એક કરંટ આવશે, જેને કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે. જેને કારણે 17થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પરંતુ તેની અસર ગુજરાતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 17થી 21 ઓગસ્ટ દરમિયાન હળવી વરસાદી સિસ્ટમ રહેશે, ત્યારબાદ એટલે કે 22થી 30 ઓગસ્ટ દરમિયાન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શરૂઆત થશે, તેની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. તેથી બે સિસ્ટમ એક સાથે સક્રિય થવાથી ગુજરાતના 75થી 80 ટકા ભાગને તેનો લાભ મળશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે,

#SattamAtham #GujaratWeather #CyclonicCirculation #Monsoon2024 #HeavyRainfall #WeatherAlert #ArabianSea #RainForecast #GujaratFestivals #UpperAirCyclone #WeatherUpdate #IndianMonsoon #AugustRains #GujaratNews