નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બાંગ્લાદેશના દક્ષિણમાં હવાનાં નીચા દબાણનું ક્ષેત્ર રચાઈને આ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે આવતીકાલ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના ગંગાના પ્રદેશો અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. જેના કારણે મંગળવાર સુધી પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ગંગા અને હિમાલયના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં પણ આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.
આ અઠવાડિયે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવા વરસાદની અપેક્ષા છે.
#WeatherUpdate#HeavyRainfall#MonsoonForecast#IndiaWeather#FloodWarning#RainAlert#WeatherForecast#EasternIndiaRain#DelhiWeather#LowPressureArea