Site icon Revoi.in

તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, બિહાર, ઝારખંડ, સમગ્ર પશ્ચિમ બંગાળ, સિક્કીમ, છત્તીસગઢના કેટલાક ભાગોમાં, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ અને મેઘાલયના બાકીના ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાયું છે. આગામી બે દિવસ દરમિયાન દેશના અન્ય ભાગમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાય તેવી પણ શક્યતા છે. દરમિયાન ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરો નગરોમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ કેટલાક સ્થળોએ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.