દિલ્હીમાં સવારથી જ ભારે વરસાદ – હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યું
- દિલ્હીમાં બદલાયો મોસમ
- આજે વહેલી સવારથી જ ભારે વરસાદ
દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત જાણે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે દેશની રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી જ અહી ભારે વરપસાદ શરુ થઈ ચૂક્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં હવાના વિભારે રેડ એલર્ટ જારી કર્યું છે.મોડી રાતથી જ દિલ્હીમાં વરસાદ શરુ થયો હતો જે આજે સવાર સુધી યથાવત રહ્યો હતો
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદે દેશના ઘણા ભાગોમાં લોકોની સમસ્યાઓમાં વધારો કર્યો છે. ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
બીજી તરફ ગુજરાતમાં પણ વિતેલી સાંજથી ઘીમી ગારે વરસાદ વરસ્યો હતો ત્યારે મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહાનગરી મુંબઈમાં પણ વરસાદના રસ્તઓ પર 2 ફૂટ સુધીનું પાણી ભરાયું હતુ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ા સાથે જ હવામાન વિભાગે મુંબઈ સહીત આસપાસના વિભાગમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
આ સાથે જ દિલ્હી-એનસીઆરમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને આગામી 24 કલાક સુધી ચાલુ રહી શકે છે. પર્વતીય રાજ્યો ઉપરાંત, યુપી, બિહાર, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં પણ જોરદાર વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે.