Site icon Revoi.in

પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદને લઈને શાળાઓ બંધ રાખવાનો આદેશ, સેના એલર્ટ મોડ પર

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંજાબ અને હરિયાણામાં અગાઉથી જ વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, વિતેલા દિવસને રવિવારે પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જનજીવન પણ ખોરવાયું હતું,

સમગ્ર સ્થિતિને જોતા વહિવટ તંત્રણ પણ લેર્ટ મોડમાં આવ્યું છે આ સહીત  સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોએ કાર્યવાહી હાથ ઘરી હતી. સત્તાવાળાઓએ કેટલાક પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. પંજાબના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદને કારણે સેનાને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

પંજાબ અને હરિયાણામાં કેટલીક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. હરિયાણાના અંબાલામાં જથ્થાબંધ કાપડ બજારની ઘણી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને કારણે પંજાબના દેરાબસ્સીમાં બહુમાળી રહેણાંક સંકુલના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ ગયા, પાર્કિંગમાં વાહનો ડૂબી ગયા. રોડ પર પાણી ભરાઈ જતાં અધિકારીઓએ બોટની મદદથી સંકુલના કેટલાક રહેવાસીઓને બહાર કાઢ્યા હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેબિનેટ મંત્રીઓ, ડેપ્યુટી કમિશનરો, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) અને અન્ય સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોને મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

જો પંજાબની વાત કરીએ તો અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે ચોમાસાના વરસાદને કારણે બંને રાજ્યોના મુખ્ય માર્ગો પર ટ્રાફિક અવરોધાયો હતો અને ફ્લાઇટ્સ મોડી પડી હતી. પંજાબના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે સંભવિત પૂરને કારણે ઊભી થતી કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. મોહાલી અને ફતેહગઢ સાહિબ સહિત પૂર પ્રભાવિત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની કેટલીક ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.સેનાના જવાનોને પણ આ વિસ્તારોમાં સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.