Site icon Revoi.in

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ જામ્યું છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. ત્યારે હવે આગામી 24 કલાકમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણકારો દ્વારા તો તે પણ કહેવામાં આવ્યું છે કે જો આ જિલ્લાઓમાં વધારે વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુક્સાનનો સામનો કરવો પડી શકે છે અને પાકને પણ ભારે પ્રમાણમાં નુક્સાન થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ બન્યું છે. જેતપુરનો ભાદર-૧ ડેમ ઓવરફલો થયો છે અને હવે તેના કારણે ડેમના 29માંથી 17 દરવાજા ખોલવામા આવ્યા છે. ભાદર-૧ ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 17 દરવાજા 5.30 વાગ્યે ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે.