- દિલ્હી-NCRમાં ભારે વરસાદને લઇ એલર્ટ જાહેર
- આગામી બે કલાકમાં પડી શકે છે ભારે વરસાદ
- વરસાદને કારણે દિલ્હીની હવા સ્વચ્છ થઈ ગઈ
દિલ્હી:હવામાન વિભાગ મુજબ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી,જેને પગલે દિલ્હીમાં શુક્રવાર રાતથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ છે. હવામાન વિભાગે ટ્વિટ કરીને દિલ્હી NCR વિસ્તારમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
IMD એ ટ્વિટ કરીને કહ્યું કે, સમગ્ર દિલ્હી અને દિલ્હી એનસીઆર ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લભગઢ કરનાલ, પાણીપત, ગણૌર, સોનીપત, ખરખોદા, ઝજ્જર, સોહાના, પલવલ, નૂહ બરૌત અને બાગપત અને તિજારાના આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે તીવ્રતા સાથે વરસાદ થશે.
દિલ્હીમાં વરસાદને કારણે દિલ્હીની હવા સ્વચ્છ થઈ ગઈ છે અને હવા ગુણવત્તા સૂચકાંક મધ્યમ શ્રેણીમાં છે.સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક આજે 132 એટલે કે મધ્યમ શ્રેણીમાં છે.
દિલ્હીમાં બે મહિનામાં શુક્રવારે તેની શ્રેષ્ઠ હવાની ગુણવત્તા નોંધાઈ. દિલ્હીનો 24-કલાક એર ક્વોલિટી ઈન્ડેક્સ શુક્રવારે 182 પર હતો, જે 26 ઓક્ટોબર 2021 પછીનો સારો છે, જ્યારે તે 139 પર હતો. ગુરુવારે તે 258 હતો.