1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્રમાં વરસાદના તાંડવથી જનજીવન ખોરવાયુંઃ અનેક ઘટનામાં બે દિવસમાં 125થી વધુના મોત
મહારાષ્ટ્રમાં વરસાદના તાંડવથી જનજીવન ખોરવાયુંઃ અનેક ઘટનામાં બે દિવસમાં 125થી વધુના મોત

મહારાષ્ટ્રમાં વરસાદના તાંડવથી જનજીવન ખોરવાયુંઃ અનેક ઘટનામાં બે દિવસમાં 125થી વધુના મોત

0
Social Share
  • મહારાષ્ટ્રમાં વરદાનો કહેર
  • અત્યાર સુધી 129 લોકોએ જીવ ગુમાવ્યા
  • અનેક જીલ્લાઓમાં લોકોને સહીસ સલામત ખસેડાયા
  • બચાવ કાર્ય હાલ પણ શરુ

 

મુંબઈઃ છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે,મૂશળઘાર વરસાદને પગલે જનજીવન પણ ખોરવાયું છે,આ વરસાદની તબાહીમાં અત્યાર સુધી 129 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,

છેલ્લા 24 કલાકમાં રાયગઢ, રત્નાગિરી અને સતારામાં બનેલી આ ઘટનાઓમાં ઘણા લોકો હજી પણ નીચે કાટમાળ નીચે ફસાયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ઉપરાંત નૌસેનાએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળોએ લઈ જવાની જહેમત ઉઠાવી છે.

પૂણેમાં 84 હજાથી વધુ લોકોનું સ્થળાતંર કરાયું

વરસાદથી પ્રભાવિત પુણેમાં છેલ્લા બે દિવસમાં, 84 હજાર 452૨ સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ટીમે કોલ્હાપુરમાં લોકોને ખોરાકનું વિતરણ કર્યું હતું.

રાયગઢના તલાી ગામમા ભૂસ્ખલનમાં 30 મકાન દટાયા

દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી  ગામ દટાય જતા અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, મુંબઇમાં ઘર ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત અને સાત લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત સાતારા અને રાયગઢમાં અલગ અલગ ઘટનાઓમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભારે વરસાદથી મહાબળેશ્વર, નવાજા, રત્નાગિરી, કોલ્હાપુરમાં પુરની સ્થિતિ સર્જાઈ  હતી જેને લીધે સેંકડો ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.

રાયગઢની મહાડ તહસીલના તલાઇ ગામે ગુરુવારે રાત્રે ગામના ત્રીસ મકાનો ભૂસ્ખલનમાં દટાયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા રાહત ટીમોને તાર્યમાં બાધા આવી હતી. પોલીસે બચાવ કાર્યમાં રોકાયેલા શુક્રવાર સુધીમાં 36 લોકોની લાશને કાટમાળ નીચેથી કાઢી હતી. કાટમાળમાં હજી પણ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહએ તમામ મદદની ખાતરી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી અને પરિસ્થિતિની ભાળ લીધી હતી અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી પણ આપી હતી. રાજ્ય અને એનડીઆરએફ સાથે રાહત કાર્યમાં રોકાયેલા, નેવીએ પણ આગેવાની લીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે વાત કરીને પરિસ્થિતિને નિહાળીને સૈન્યના તમામ શક્ય સહયોગની ખાતરી આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code