- હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી
- વાતાવરણ 16 મે સુધી ખરાબ રહેવાની શક્યતાઓ
- ઓરેન્જ એલર્ટ જારી કરાયું
શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે આ પ્રદેશના કેટલાક જીલ્લાઓમાં મંગળવારથી ભારે વરસાદ,કરા અને વાવાઝોડાની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.વિતેલા દિવસે જો કે યલ્લો એલર્ટ હાવો છત્તા તાપમાન સાફ રહ્યું હતું ત્યારે અચાનક વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે.
હિમાચલ પ્રદેશના મેદાન અને મધ્ય પહાડી વિસ્તારોના 10 જિલ્લામાં 11મે થી 13 મે સુધી વાદળછાયા વાતાવરણ સાથે વાવાઝોડા અને ભારે કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના કેન્દ્ર શિમલાએ પણ વહીવટને સતર્ક રહેવાની સુચનાઓ આપી છે. 16 મે સુધી સમગ્ર રાજ્યમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે.
આ સમયગાળા દરમિયાન ઉચ્ચ પર્વતીય જિલ્લાઓમાં બરફવર્ષાની પણ સંભાવના સેવાઈ રહી છે. સોમવારે રાજ્યના તમામ વિસ્તારોમાં હવામાન સ્પષ્ટ જોવા મળ્યું હતું. યલો એલર્ટની ચેતવણી છતાં રાજ્યભરમાં તડકો જોવા મળ્યો હતો.
સોમવારે રાજ્યનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી નીચે નોંધાયું હતું. સોમવારે ઉનામાં મહત્તમ તાપમાન 36.7, બિલાસપુર 34.8, હમીરપુર 33.5 , શિમલા 23.4, મનાલી 23.6, કલ્પા 20.4, ડેલહાઉસી 19.2 અને કેલોંગમાં 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
. હવામાન ખાતાના કેન્દ્ર શિમલાએ 11 થી 13 મે સુધી મેદાના જિલ્લાઓ ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગરા અને મધ્ય પર્વતીય જિલ્લાઓ શિમલા, સોલન, સિરમૌર, મંડી, કુલ્લુ અને ચંબા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. કિન્નૌર અને લાહૌલ-સ્પીતીના ઉચ્ચ પર્વતીય જિલ્લાઓ માટે 12 મેના રોજ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.