Site icon Revoi.in

આંધ્રપ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી

Social Share

હૈદરાબાદ:આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગયા અઠવાડિયે મુશળધાર વરસાદના કારણે થયેલી તબાહી બાદ હજુ સ્થિતિ સામાન્ય પણ નથી થઈ કે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, શનિવાર અને રવિવારે આંધ્ર પ્રદેશમાં SCAP અને રાયલસીમા પર છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં હાલના પૂરમાં 16 જેટલા લોકો હજુ પણ ગુમ છે અને રાજ્ય સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે,પૂરમાં 44 અન્ય લોકોના મોત થયા છે.વિધાનસભામાં સ્વત:સંજ્ઞાન લેતા મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડીએ બાઢ અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ રાહત કદમો પર નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે,ફક્ત મૃતકોના નજીકના સંબંધીઓને જ 5-5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી, પરંતુ તે જ રકમ ગુમ થયેલાના નજીકના સંબંધીઓને પણ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે,પૂરમાં સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયેલા 1,169 ઘરોમાંથી પ્રત્યેકને 95,100 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,આ ઉપરાંત 1.80 લાખના ખર્ચે દરેક માટે એક નવું મકાન બનાવવામાં આવશે. આંશિક રીતે નુકસાન થયેલા દરેક ઘર માટે 5,200 રૂપિયા વળતર આપવામાં આવ્યું હતું.

રેડ્ડીએ કહ્યું કે,SPS નેલ્લોર, કુડપા, ચિત્તૂર અને અનંતપરમુ જિલ્લામાં 16 નવેમ્બરે શરૂ થયેલા વરસાદે અભૂતપૂર્વ વિનાશ સર્જ્યો હતો.તેમણે કહ્યું કે,18 નવેમ્બરની રાત્રે અન્નમચ્યા પ્રોજેક્ટના ગામડાઓમાંથી 400 પરિવારોને ઊંચાઈવાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા અને 900 લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા હતા.