- મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર
- રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ
- મુખ્યમંત્રીએ અધિકારીોને સતર્ક રહેવા આદેશ આપ્યા
મુંબઈઃ- દેશભરમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સતર્ક રહેવાના પણ આદેશ આપ્યા છે.
મુંબઈ અને તેની આસપાસના કેટલાક જિલ્લાઓમાં આજે સવારે ભારે વરસાદ થયો હતો અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ પ્રવર્તી હતી. હવામાન વિભાગે દક્ષિણ કોંકણ વિસ્તાર અને ગોવા માટે ‘ઓરેન્જ એલર્ટ’ અને ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પ્રદેશો માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મરાઠવાડા વિસ્તારમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના સેવાઈ રહી છે, વાવાઝોડું, વીજળી અને ભારે વરસાદની શક્મુયતાઓ સેવાઈ રહી છે.
આ ચેતવણીને ધ્ખ્યયાનમાં લઈને મુખ્યમંત્રી એ એકનાથ શિંદે થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાના કલેક્ટરોના સંપર્કમાં રહીને તેઓને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે, આ સાથે જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈની સ્થિતિ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
જણાવવામાં આવ્યું છે કે રાયગઢ જિલ્લામાં કુંડલિકા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અંબા, સાવિત્રી, પાતાળગંગા, ઉલ્હાસ અને ગઢી નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી થોડું નીચે છે.જેથી કરીને ચેતવણી આપવામાં આવી છે.આ સાથે જ અધિકારીઓને જિલ્લાઓમાં પહોંચીને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.