દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી – હવામાન વિભાગ દ્રારા રેડ અને ઓરેન્જ એલર્ટ જારી
દિલ્હીઃ- દેશભરમાં બરાબર ચોમાસું બેસી ગયું છે અનેક રાજ્યો ભારેથી અતિભારે વરસાદનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ પણ જોવા મળી રહી છે,તો અનેક રાજ્ય.ોની નદીઓ બન્ને કાઠેં વહેતી થતા નદીઓના જળ આસપાસના વિસ્તારમાં ઘુસ્યા છે જેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં દરકાવ થયા છે.
જો મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ નગરી ભારે વરસાદનો સામનો કરી રહી છે મુંબઈ યુનિવર્સિટીએ ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં ગુરુવારે યોજાનારી તમામ પરીક્ષાઓ પણ રદ કરી દીધી છેનવી તારીખ પછીથી જાહેર કરવામાં જણાવાયું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે મુંબઈમાં 25-26 જુલાઈ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થયો હતો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવામાન વિભાગ દ્રારા દેશના અનેક રાજ્યોમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ એ પણ ઘણા રાજ્યોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે માહિતી આપી હતી કે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ઓડિશા પશ્ચિમ ખાડી પર ઉત્તર આંધ્ર કિનારે ઓછા દબાણનો સામનો કરી રહ્યું છે. જેના કારણે વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. આ સહીત તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ઓડિશામાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તો બીજી તરફ રાજધાની ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.