- રાજ્યના કેટલાક જીલ્લાોમાં ભારે વરસાદની આગાહીટ
- માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે, કેટલાક જીલ્લાઓમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનું જોર જોવા મળે છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે,આ સાથે જ જ્યા વરસાદ નથી ત્યાપણ વાતાવરણ સતત વાદળ છવાયેલું જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ શહેરમાંમ પણ છૂટોછવાયો વરસદા થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના જીલ્લાઓ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન લગાવાયું છે,છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં ભારે વરસાદના આગમનના પગલે જાહેર માર્ગો પર પાણી ફળી વળ્યા હતા, ત્યારે સુરત શહેરના મોટા ભાગના નીચાણવાળઆ વિસ્તારો પર પાણીમાં ગરકાવ થયા હતા.
જો હવામાન વિભાગની વાતચ માનવામાં આવે તો બે દિવસ બાદ એટલે કે 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ થવાથી ભારે વરસાદની શક્યતાઓ વધી છે, જેથી 24 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે.વધતા વરસાદને લઈને હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ સૂચના આપી છે.
સુરતના કીમમાં રવિવારે વરસેલા વરસાદે રેકોર્ડ તોડ્યો છે, કીમમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને લીધે કીમ નદીનું જળસ્તર પણ વધી ગયુ હતુ.રવિવારે રાત્રે માત્ર ચાર કલાકમાં વરસેલા 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદથી વૃક્ષો ધરાશાયી થવા જેવી નાની મોટી ઘટનાઓ પમ બની હતી. જેની અસર વીજસપવિધા પર જોવા મળી હતી અનેક ગામડાઓમાંમ વીજપુરવઠો ખોરવાયો હતો
ગુજરાતના વલસાડમાં પણ પોણા સાત ઈંચ અને નવસારીના ખેરગામ અને વાંસદામાં ત્રણ ઈંચ વરસાદથી 15 ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હતા. દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ ઘણો સારો વરસાદ નોંધાયો હતો. રવિવારે વલસાડના ઉમરગામમાં 9.6 ઈંચ વરસાદ પડ્યો હતો,
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મન મૂકીને વરસતા જોવા મળ્યા છે,જેને લઈને ગામના નદી,નાળા તળાવો છલકાયા છે, જ્યારે નદીના વિસ્તારના લોકોને સલાનમત સ્થળે ખસી જવાની સુચના આપવામાં આવી હતી,દમણ ગંગા નદીનું જળસ્તર પણ વધ્યું છે.વરસાદની વધુ આવક નોંધાતા અનેક ડેમમાં નવા નીર આવ્યા છે.