- તમિલનાડુના કેટલાક જીલ્લાઓમાં વરસાદનો કહેર
- જનજીવન પર માઠી અસર
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાંથી જ્યા ચોમાસાએ વિદાય લઈ લીઘી છે ્ને દિવાળીનો પર્વ પર પતી ગયો છે તો દેશના રાજ્ય તમિલનાડુના કેટલાક જીલ્લાઓમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે,જ્યા આજરોજ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તમિલનાડુમાં ભારે વરસાદને કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે.
હવામાન વિભાગે કહ્યું કે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ અને રાયલસીમા અને કેરળ અને માહેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાો સેવાઈ રહી છે.
હવામાન વિભાગના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે 9 નવેમ્બરના રોજ સવારથી શરૂ કરીને રાત્રે 9.30 વાગ્યા સુધી કરાઈક્કલમાં લગભગ 20 સેમી અને નાગાપટ્ટિનમમાં લગભગ 15 સેમી તાપમાન નોંધાયું છે અને આવા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે તે વાત નકારી ન શકાય.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ અને રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને લક્ષદ્વીપમાં વાવાઝોડાની શક્યતાઓ પણ છે. આ સાથે જ આગામી પાંચ દિવસમાં તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ સમગ્ર મામલે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારત અને તેની આસપાસના મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
તમિલનાડુ સરકારે હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને નવ જિલ્લાઓમાં 10 અને 11 નવેમ્બરે સ્થાનિક રજાઓ જાહેર કરી છે – ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કુડ્ડલોર, નાગપટ્ટનમ, તંજાવુર, તિરુવરુર અને માયલાદુથુરાઈ, રાજ્યમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, સાવચેત રહેવા અને સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરી છે.