Site icon Revoi.in

અરવલ્લી જીલ્લામાં વરસાદનો કહેર – રસ્તાઓ પર ભેખડો ઘસી આવતા વાહનો ચક્કાજામ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Social Share

અરવલ્લીઃ- રાજ્યભરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, વરસાદે માજા મૂકી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં વરસાદના કારણે નદી નાળા વહેતા થયા છે તો રસ્તાઓ પર ભેખડો ઘરાશયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર જીલ્લામાં સાડા 9 ઈંચ વરસાદ ખાબક્યો છેઅવિરત વરસાદના કારણે નીચાણવાળઆ વિસ્તારો મસગ્ર પાણીમાં ગરકાવ થયા છે. વરસાદના કારણે નદી ગાંડીતૂર બની હતી. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.અહી સ્થાયી લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે.  ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપૂર આવતા ત્રણેય નદીનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું છે.

અરવલ્લીની ગિરિમાળાઓમાં ભૂસ્ખલન થયુ હોવાનું સામે આવ્યું છે. મસમોટી ભેખડો ધસી પડતા શામળાજી નેશનલ હાઇવે પર 20 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. પહાડો પરથી ભેખડો પડતા અનેક વાહનોને નુકસાન થયુ છે.

આ સાથે જ  નેશનલ હાઇવે બ્લોક થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શામળાજીમાં પણ સતત વરસાદ વરસવાથી મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી  ઘુસી ગયા છે.