રાજધાની દિલ્હીમાં વરસદાનો કહેર, આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ
દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર તર્વાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાનીમાં ફરી એક વખત ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે તો સાથે જ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે હાલ દિલ્હી વાસીઓને વરસાદથી રાહત મળવાના કોઈ સંકેત નથી.
દિલ્હીના અનેક વિસ્તારોમાં વિતેલી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને રસ્તાઓ પર તથા અનેક સોસાયટીઓમાં પાણી ભરાય ગયા છે.તો ફરી એક વખચય યમુના નદીનું જળ સ્તર ભયંકર સપાટચી વટાવે તેવી દહેશત જોવા મળી રહી છે.
અવિરત વરસાદના કારણે રાજધાની પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હીમાં રાજઘાટ, રિંગરોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ એકથી બે ફૂટ સુધી પાણી ભરાયા હતા. રાજઘાટની હાલત અગાઉના દિવસો જેવી થઈ ગઈ છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે.
દિલ્હીના સિવિલ લાઈન્સ, લક્ષ્મીનગર, લાજપતનગર અને અન્ય ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને કારણે લોકોને રસ્તાઓ પર જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ગાઝિયાબાદ-નોઈડાના યમુના અને હિંડોન નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરના પાણી ઓછુ થતા લોકોએ થોડી રાહત અનુભવી હતી, પરંતુ વરસાદના કારણે તેમની મુશ્કેલી ફરી વધી છે.આ સહીત ભારે વરસાદને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
જાણકારી પ્રમાણે આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાઈ શકે છે. દિલ્હીમાં આજે દિવસભર વરસાદ પડવાની સંભાવના છે. તે જ સમયે, રવિવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ થઈ શકે છે. રવિવારે રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ શકે છે.
વરસાદના કારણે દિલ્હીમાં અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે શનિવારના કારણે મોટાભાગની ઓફિસોમાં રજા રહેશે જેથી લોકોને જામમાંથી રાહત મળી શકશે તો આગામી દિવસ માટે પણ દિલ્હી વાસીઓએ વરસાદના કહેરને લઈને તાૈયાર રહેવું પડશે.
tags:
delhi rain