Site icon Revoi.in

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત

Social Share

દિલ્હી : ઘણા દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોને સોમવારે રાહત મળી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગએ પણ ચેતવણી આપી હતી અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આઇએમડીએ જણાવ્યું હતું કે, 18-21 જુલાઈ દરમિયાન ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

દિલ્હીના જનપથ, ધૌલા કુઆ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આ પહેલા રવિવારે પણ દિલ્હીમાં વરસાદ પડ્યો હતો. તો, દિલ્હીને અડીને આવેલા નોઇડાના ગાઝિયાબાદમાં ગઈરાત્રે ધીમીધારે વરસાદ બાદ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે રસ્તાઓ પાણી-પાણી થયા હતા.અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વરસાદને કારણે હરિયાણામાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

હવામાન વિભાગે પાછલા દિવસે ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. આઇએમડીએ કહ્યું હતું કે, આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન, દિલ્હીમાં વીજળી પડવાની સાથે ભારે વરસાદની સંભાવના છે. તો, 18 અને 19 જુલાઇએ ઉતરાખંડમાં અને 19 જુલાઇએ યુપીના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.