- દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ
- IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું
- 20-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
દિલ્હી : હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.ત્યારે દિલ્હી-એનસીઆરમાં શનિવાર સવારથી ધોધમાર વરસાદ શરૂ છે. હવામાન વિભાગએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને સાંજ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક કલાકોમાં એનસીઆર, મેરઠ, હાપુડ, બુલંદશહેર અને આજુબાજુના વિસ્તારોમાં 20-40 કિમી પ્રતિ કલાકની ઝડપે મજબૂત પવન આવી શકે છે.
બીજી બાજુ, હવામાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે,ઓગસ્ટમાં પડેલ વરસાદ, જે 24 ટકાનો ઘટાડો નોંધે છે, તે 19 વર્ષમાં સૌથી ઓછો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 9-16 ઓગસ્ટ અને 23-27 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં નબળા ચોમાસાના બે મોટા સમયગાળા રહ્યા હતા જ્યારે ભારતના ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને નજીકના દ્વીપકલ્પ અને પશ્ચિમ કિનારે વરસાદની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી.
વિભાગે કહ્યું કે ઓગસ્ટ 2021 દરમિયાન દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજથી ઓછામાં ઓછો 24 ટકા ઓછો હતો. 2002 પછી તે છેલ્લા 19 વર્ષમાં સૌથી નીચો હતો. હવામાન વિભાગના ડેટા મુજબ, દક્ષિણ -પશ્ચિમ ચોમાસાની સીઝન સત્તાવાર રીતે 1 જૂનથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. IMD ના આંકડા મુજબ, જૂન મહિનામાં 10 ટકા વધુ વરસાદ નોંધાયો હતો, પરંતુ જુલાઈ અને ઓગસ્ટ બંનેમાં સાત અને 24 ટકા ઓછો નોંધાયો હતો.