દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદઃ સુત્રોપાડામાં 10 ઈંચ વરસાદ
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. દરમિયાન દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી.. રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. હજી પણ વરસાદ અવિરતપણે ચાલુ જ છે. બંને જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા પાણીની આવક થઈ હતી.
કોડીનાર સુત્રાપાડા એક જ રાતમાં ખાબકેલા 10 ઈંચ વરાસદ બાદ આભ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં કારણે આસપાસના તમામ ગામડાઓ રસતરબોળ થયા છે. સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ગોઠણ સમાં પાણી ભરાયાં છે. ગીર સોમનાથમાં ભારે વરસાદની સૌથી વધુ અસર દરિયા કાંઠાના ગામોને થઈ છે. અનેક ગામોમાં પાણી ભરાયાં છે. આ ઉપરાંત કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદના કારણે દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે.