Site icon Revoi.in

મુંબઈમાં ભારે વરસાદ – ગુજરાતમાં પણ વરસાદની સંભાવના સાથે ઓડિશા આઘ્રપ્રદેશમાં ચક્રવાતી તુફાનનું જોખમ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે,દેશના કેટલાક રાજ્યોમાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે .ત્યારે વિતેલી રાતથી જ મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો ગુજરાતમાં પણ વાદળો છવાયેલા છે, સાથે જ વહેલી સવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માવઠુ પણ જોવા મળ્યું હતું

મળતી માહિતી પ્રમાણે આજ રોજ અને કાલે 2જી ડિસેમ્બરના રોજ પણ દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે અને કાલે ઉત્તર ગુજરાત, ઉત્તર અને ઉત્તર પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ, પાલઘર, થાણે અને મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે. આ સાથે જ આવનારા 2 દિવસોમાં ચક્રવાતી તોફાન આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પણ ટકરાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ સાથે જ આગામી 12 કલાક દરમિયાનમાં આંદામાનના દરિયામાં લો પ્રેશર એરિયા સર્જાય તેવી શક્યતા છે. તે શુક્રવારે મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે એ આજે ​​હવામાન બુલેટિનમાં આ અંગે માહિતી આપી છે.આવનારા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રના દરિયાથી દૂર પૂર્વ મધ્ય અરબ સાગરના ઉપર ઓછા બદાણવાળું ક્ષેત્ર બનવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને ઓડિશાને અથડાતું ચક્રવાતી તોફાન ગુરુવાર સુધીમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપૂર્વ અને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત થવાની સંભાવના સેવાઈ રહી છે.જેને લઈને દરિયાકાંઠાના ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે