Site icon Revoi.in

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર પહોચી છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તેમના મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મુસાફરોને  પડતી મુશ્કેલઓ અને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ પર જાણી લેવાની સલાહ આપી છે.

ઈન્ડિગોએ એક માર્ગદર્શીકા જાહેર કરતાં સોસીયલ મિડિયા એક્સ પર પોસ્ટ કરી.પોસ્ટમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં ભારે વરસાદ અને એર ટ્રાફિક જામને કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે. ફ્લાઇટની સ્થિતિ પર નજર રાખો. અમે અમારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની ઇચ્છા કરીએ છીએ!”

એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “ભારે વરસાદને કારણે મુંબઈ જતી અને જતી ફ્લાઈટ્સ પર અસર થઈ રહી છે. મુસાફરોને એરપોર્ટ જવા માટે વહેલા નિકળવાની સલાહ આપવામાં આવે છે.”

દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન મુંબઈના જુદા જુદા વિસ્તોરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. IMD હવામાન બુલેટિન અનુસાર, શહેર અને તેના ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે.IMDએ થાણે અને રાયગઢ માટે ભારે વરસાદનું યલો એલર્ટ પણ જારી કર્યું છે.