બિહારમાં વાવાઝોડાના કહેરથી 27ના મોત તો ઉત્તરપ્રદેશના કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ
- બિહારમાં વાવાઝોડાનો કહેર,27ના મોત
- ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની શક્યતાઓ
લખનૌઃ- સમગ્ર દેશભરમાં ગરમીની મોસમ ચાલી રહી છે આવી સ્થિતિમાં દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો ચે,આસામમાં વપસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે તો બિહારમાં પણ વાવાધોડાએ કહેર વર્તાવ્યો છે તો આગામી કેટલાક દિવસો સુધી ઉત્તપપ્રદેશના કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કારણ કે દેશમાં ચોમાસા પહેલા જ હવે હવામાનમાં પલટો આવ્યો છે. ઘણા રાજ્યોમાં, જ્યાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદનો કહેર શરૂ થયો છે, તો કેટલાક રાજ્યોમાં હજુ પણ ગરમી ચાલુ છે. બિહારની વાત કરીએ તો અહીં ગુરુવારે ભારે તોફાન અને વરસાદમાં અનેક વૃક્ષો, મકાનો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. આ દરમિયાન 27 લોકોના દર્દનાક મોત થયા હતા.
બિહારમાં વરસાદની ચેતવણી
આ સાથે જ બિહારના કેટલાક જીલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરાઈ છે જેમાં ખાસ કરીને પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, મધુબની, શિયોહર, મુઝફ્ફરપુર, સીતામઢી, દરભંગા, વૈશાલી, સમસ્તીપુર, સુપૌલ, અરરિયા, સહરસા, મધેપુરા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર અને ભાગલપુરનો સમાવેશ થાય છે. ડેંડિલિઅનનો સમાવેશ થાય છે.
આ સાથે જ આજ રોજ અને આવતી કાલે એટલે કે 20 અને 21 મેના રોજ સિદ્ધાર્થનગર, કુશીનગર, દેવરિયા, ગોરખપુર અને સંત કબીરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
વરસાદથી આસામ અને કર્ણાટક પણ પ્રભાવિત
ઉલ્લેખની છે કે આસામા અને કર્ણાટકમાં પણ ભારે મેઘમહેર જોવા મળ્યો છે, કરણાટકની રાજધાની બેંગલુરુમાં જનતાએ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા તો બીજી તકરફ છેલ્લા કેટલાક દિવસોથી આસામમાં 2 લાખથી વધુ લોકો પુરથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે.