Site icon Revoi.in

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદના માવઠા અને કરા પડ્યાઃ- ગરમીમાં મળી રાહત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ગરમી એ માઝા મૂકી છે ત્યારે હવામાન વિભાગે ગઈકાલે આગાહી પણ કરી હતી કે રાજધાનીમાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે આજે બપોરે 3 વાગિયા આસપાસ દજિલ્હીના કંટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના માવઠા પડ્યા હતા.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીના કેટલાક ભાગોમાં આજે બપોરે કરા પણ પડ્યા હતા, જ્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ગરમીથી થોડી રાહત મળી હતી. રોહિણી, પિતામપુરા અને પશ્ચિમ વિહારમાં બપોરે 2 વાગ્યાની આસપાસ કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

IMD એ જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરતી પશ્ચિમી વિક્ષેપના પરિણામે, આગામી ત્રણ દિવસ સુધી રાજધાનીમાં વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આજરોજ વહેલી સવારે, ભારતીય હવામાન વિભાગએ રાજધાની દિલ્હીમાં 50 કિમીની ઝડપે પવનની ઝડપ સાથે ધૂળના તોફાન, વાવાઝોડા અથવા કરા સાથે ‘યલો એલર્ટ’ જારી કર્યુ હતુ. બાદમાં આ ચેતવણીને ‘ઓરેન્જ’ કેટેગરીમાં બદલવામાં આવી હતી.

આ સાથે જ સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરી ખાતે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ વર્ષે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી વધુ હતું.