- દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ
- IMD એ આજ માટે ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર
- લોકોને અસહ્ય ગરમીમાંથી મળી રાહત
દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆરના વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો.ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો થયો હતો.આહલાદક હવામાનને કારણે લોકોને કડકડતી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
અહેવાલ મુજબ, ગ્રેટર નોઈડા, નોઈડા અને ગાઝિયાબાદ સહિત દિલ્હી- એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ સાથે ગ્રેટર નોઈડા કલેકટર કચેરીની બહાર વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.
દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ દરરોજ બદલાઈ રહ્યું છે..જોકે 21 થી 26 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને ઝરમર વરસાદ પડી શકે છે. આ દરમિયાન હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આખા સપ્તાહમાં વરસાદની સંભાવના રહેશે.