Site icon Revoi.in

અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. તેમજ નવરાત્રિમાં વરસાદ નહીં પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. દરમિયાન આજે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં બપોરના સમયે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી એસજી હાઈવે સહિતના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. તેમજ વહેલી સવારે ઉઘાડ નીકળ્યો હતો. જો કે, બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રામદેવનગર, બોટકદેવ, સોલા, નારણપુરા અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતા. તેમજ નીચાણવાલા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરના છેવાડે એસજી હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાયાં હતા. એસજી હાઈવેને આઠ લેઈન કરવાની કામગીરી ચાલતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(Photo-Vinayak)