દિલ્હી-NCRમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,લોકોને ગરમીથી મળી રાહત
- દિલ્હી-NCRમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
- લોકોને ગરમીથી મળી રાહત
- વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
દિલ્હી:દેશની રાજધાની દિલ્હી એનસીઆરમાં ગઈ રાતથી સતત વરસાદ પડી રહ્યો છે.જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.રિજનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટર (RWFC) એ નવી દિલ્હી અને એનસીઆરમાં ગાજવીજ સાથે વરસાદ આગામી 2 કલાક સુધી જારી રહેવાનું અનુમાન છે..આ વિસ્તારોમાં લોની દેહત, હિંડોન એએફ સ્ટેશન, બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને બલ્લભગઢનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે શુક્રવારે મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ભારે પવનની શક્યતા હતી.
એક દિવસ પહેલા દિલ્હીના વધારાના હવામાન સ્ટેશનોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું.IMD એ શનિવારથી ચાર દિવસ સુધી વાવાઝોડા અથવા હળવા વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જારી કર્યું હતું. રવિવાર સુધીમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ, 22 જૂન પછી, હવામાન સાફ થશે અને સૂકા પવનો પ્રવર્તશે, જો કે, તાપમાન ઝડપથી વધવાની આગાહી નથી. ચોમાસું 27 જૂનની સામાન્ય તારીખના એક કે બે દિવસ પહેલા દિલ્હી પહોંચવાની ધારણા છે.