Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ,લોકોને ગરમીમાંથી મળી રાહત

Social Share

દિલ્હી-એનસીઆરમાં ગત રાતથી જોરદાર વરસાદ શરૂ છે. વરસાદને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાન 27 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શુક્રવારે મોડી રાત્રે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો.જેનાથી લોકોને મોટી રાહત મળી છે.

રાતથી પડી રહેલ વરસાદના કારણે દિલ્હીમાં વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે આઝાદપુર અંડરપાસ બંધ કરાયો છે. ત્યાં દોઢ ફૂટ પાણી ભરાયું છે. દિલ્હી ટ્રાફિક પોલીસે સલાહ આપી છે કે, મુસાફરોએ આ તરફ ન આવવું જોઈએ.દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ સતત વરસાદ પડી રહ્યો હોવાથી પાણી ભરાવાની સમસ્યા પણ વધશે. આઇટીઓ રેલ બ્રિજ નીચે પણ પાણી એકઠું થઇ ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે. રાજધાનીમાં શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં વીજળીની ચમક અને ગાજવીજ સાથે વરસાદ શરૂ રહેશે.

પ્રાદેશિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 32.8 ડિગ્રી સેલ્સિયસ નીચે અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 27.3 ડિગ્રી સેલ્સિયસ હતું. તો, સાંજે 5.30 સુધી 11 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું સ્તર 70 થી 97 ટકા રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત રહેશે.