નવા વર્ષને લઈને શિમલા-મનાલીમાં લોકોની ભારે ભીડ – હોટલો પેક થઈ જતા પોલીસે એડવાઈઝરી રજૂ કરી
- શિમલા મનાલી માં લોકોનુંઘોડાપુર
- એડવાન્સ બુકિંગથી હોટલો ફુૂલ
- બુકિંગ વિના જતા લોકોને નથી મળી રહી હોટલ
શિમલાઃ- આજે 28 ડિસેમ્બર થી ચૂકી છએ ત્યારે હવે નવા વર્ષને 3 જ દિવસની વાર છે આવી સ્થિતિમાં શિમલા અને મનાલીમાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા છે,મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓને ભીડ જોવા મળી રહી છે,મહત્વની વાત એ છે કે અહીની તમામ હોટલો એડવાન્સ બૂક થઈ ચૂકી છે જેના કારણે મોડા પડેલા પ્રવાસીઓને રહેવા માટે હોટલો મળી રહી નથી.
આ વખતે નવા વર્ષની ઉજવણી માટે 20 હજાર વાહનો શિમલામાં આવવાની આશા છે. ક્રિસમસ પર લગભગ 18 હજાર વાહનો શિમલા પહોંચ્યા હતા. પરિણામે, પાર્કિંગની તીવ્ર અછત હતી. ત્યારે હવે પોલીસે આવી એડવાઈઝરી જારી કરી છે.
શિમલા મનાલીમાં 30 ડિસેમ્બરથી લીને 2જી જાન્યુઆરી સુધી હોટલો પેક જોવા મળી રહી છે ત્યારે હાલ પણ પ્રવાસીઓ અહી આવી રહ્યા છે આ સાથે જ શિમલા પોલીસે એક એડવાઈઝરી જારી કરી છે કે જો પ્રવાસીઓ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુલાકાત લેવા આવી રહ્યા છે તો તેમણે હોટેલ બુકિંગ અને પાર્કિંગની વ્યવસ્થા કર્યા વિના ન આવવું જોઈએ. કારણ કે, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ અહીં પાર્કિંગ અને હોટલ ઉપલબ્ધ રહેશે નહીં.
આ સાથે જ શિમલા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માત્ર 12 પાર્કિંગ લોટ છે. જેમાંથી માત્ર 2931 વાહનો જ પાર્ક કરી શકાશે. વાહનો ફુલ થતાં જ પાર્કિંગ મળશે નહી, તુતિકાંડી બાયપાસ પર ટ્રેનોને રોકવામાં આવશે, જેના કારણે શિમલામાં જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.જેથી કરી શિમલામાં પ્રવાસીઓ એ જો બૂકિંગ એડવાન્સ નથી કરાવ્યું તો હાલાકીનો સામનો કરવો પડી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ નવા વર્ષનું સ્વાગત હિમવર્ષા સાથે થઈ શકે છે. જો 30 અને 31 ડિસેમ્બરે હિમવર્ષા થશે તો શહેરમાં કોઈપણ વાહનને પ્રવેશવા દેવામાં આવશે નહીં. હોટલ બુક થયા બાદ પણ વાહનોને એન્ટ્રી નહીં મળે.