1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શકયતા
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શકયતા

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શકયતા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતામાં મુકાયાં છે. દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં હળવા વરસાદની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

હવામાન વિભાગના જાણકારોના જણાવ્યા અનુસાર 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ થશે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્ય છે. તા.10 થી 14 સપ્ટેમ્બરમા આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 82 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તેમજ ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે જળાશયોમાંથી પાણી છોડવા અને વીજળી 10 કલાક આપવા માટે માંગણી કરવામાં આવી છે. જો કે, હવે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ખેડૂતોએ પણ રાહત અનુભવી છે.

બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં 80 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code