- રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર
- અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરપસાદ વરસ્યો
દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદનું જોર જડોવા મળી રહ્યું છે,અનેક વિસ્તારોમાં કાળ ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળે છે તો કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકશાન પહોચાડ્યું છે,જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી જ અહી વરસાદનું જોર છે.
જો નોઈડાની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ અહી ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જે લોકો ઘરની બહાર નીકળ્યા હતા તેઓ વરસાદમાં ભીના થવાથી બચવા માટે જગ્યાઓ શોધી રહ્યા હતા. વરસાદ દરમિયાન સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો અનેક રસ્તાઓ પણ થોડા પાણી પણ ભરાયેલા જોવા મળઅયા હતા
આજ સવારથી જ રાજધાનીમાં બગડતા હવામાન વચ્ચે ગાજવીજ, વીજળીના ચમકારા અને જોરદાર પવન સાથે સવારે સાડા અગિયાર વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ દિલ્હીના લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો હવામાનમાં ભારે ઠંડક પ્રસંરી છે,ઝોરદાર પવનની સાથે વરસાદ આવી રહ્યો છે જેને લઈને ભર ઉનાળે ચોમાસાની અનુભુતિ થઈ રહી રહી છે.જો દિલ્હી એનસીઆરની વાત કરીએ ચો છેલ્લા 3 દિવસથી અહીનું વાતાવલરણ બદલાયેલું જોવા મળે છે.
2 દિવસથી અવિરત પડી રહેલા રહેલા વરસાદને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે અને આ સ્થિતિ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સોમવારે પણ દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેના પહેલા સપ્તાહમાં દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીમાં રાહત મળી છે.