Site icon Revoi.in

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોતની આશંકા

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ સમયગાળા દરમિયાન, બે પાયલોટ અને એક એન્જિનિયર સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે દિલ્હી સ્થિત ખાનગી કંપની હેરિટેજ એવિએશનનું હેલિકોપ્ટર અહીંના ઓક્સફોર્ડ કાઉન્ટી ગોલ્ફ કોર્સ હેલિપેડ પરથી ઉડાન ભરીને મુંબઈના જુહુ જઈ રહ્યું હતું. ત્યારબાદ સવારે 7:40 વાગે તે ક્રેશ થયો હતો. આ પહેલા 24 ઓગસ્ટના રોજ પુણે જિલ્લાના પૌડ ગામમાં હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઓક્સફર્ડ ગોલ્ફ કોર્સ નજીક બાવધન વિસ્તારમાં એક પહાડી વિસ્તાર પાસે બની હતી. પિંપરી ચિંચવડ પોલીસ કમિશનર વિનય કુમાર ચૌબેએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. અમારી ટીમ ફાયર વિભાગની ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિશાલ ગાયકવાડે જણાવ્યું હતું કે હેરિટેજ એવિએશનનું હેલિકોપ્ટર ઓક્સફર્ડ કાઉન્ટી ગોલ્ફ કોર્સના હેલિપેડ પરથી ઉડ્યું હતું અને બાવધન નજીકના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાઇલટ અને એક એન્જિનિયરના મોત થયા હતા.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક અધિકારીએ પણ જણાવ્યું કે આ ઘટના સવારે 7:40 વાગ્યે બની હતી. તેમણે પુષ્ટિ કરી કે ક્રેશ થયું, અગસ્તા 109 હેલિકોપ્ટર દિલ્હી સ્થિત ખાનગી કંપની ‘હેરીટેજ એવિએશન’નું છે. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર વ્હિકલ અને પાણીના ટેન્કરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર અનિલ ડિમલેએ જણાવ્યું કે મૃતકોની ઓળખ ગિરીશ કુમાર, પ્રિતમ સિંહ ભારદ્વાજ અને પરમજીત સિંહ તરીકે થઈ છે.