- શહેરના ર્વરફ્રન્ટથી સાયન્સસિટી વચ્ચે જોય રાઈડ શરૂ કરાઈ હતી,
- હેલિકોપ્ટરના મેઈન્ટેન્સના નામે રાઈડ્સ બંધ કરાઈ,
- એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તો રિફન્ડ અપાશે
અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટથી 8થી 10 મીનીટની જોય રાઈડ શરૂ કરવામાં આવી હતી. પ્રારંભમાં રોજ નિયમિત હેલિકોપ્ટર રાઈડની સેવા આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ દર શનિવાર અને રવિવારે એમ બે દિવસ જોય રાઈડ્સ સેવા આપતી હતી. રિવરફ્રન્ટથી સાયન્સસિટી સુધી લોકો હેલિકોપ્ટરમાં બેસીને શહેરનો આકાશી નજારો માણી શકતા હતા. હવે હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ માટે હેલિકોપ્ટરની સેવા અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પરથી સાયન્સ સિટી વચ્ચે શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોઈ રાઈડ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે. અગાઉ વરસાદી માહોલ અને ખરાબ વાતાવરણ હોવાથી જોય રાઈ બંધ રહી હતી. હાલમાં હેલિકોપ્ટર મેન્ટેનન્સમાં છે અને તેમાં જરૂરી સ્પેરપાર્ટસ બદલવાની પણ કામગીરી ચાલી રહી છે જેના કારણે હેલિકોપ્ટર અપ થવામાં સમય લાગે તેમ છે સૂત્રોના કહેવા મુજબ આગામી ચાર સપ્તાહ સુધી જોય રાઇડ બંધ રહે તેવી પણ શક્યતાઓ છે. મહત્વનું છે કે 8 મિનિટ જોય રાઈડ પેસેન્જર દીઠ ટેક્સ સાથે રૂ.2500 લેવામાં આવે છે. શનિ અને રવિવારે ચાલતી જોઈ રાઈડ માટે ફક્ત ઓનલાઈન બુકિંગ થાય છે. એડવાન્સ બુકિંગ કરાવનારને રિફંડ અપાશે એરોટ્રાન્સ કંપની દ્વારા દર શનિ અને રવિવારે ચાલતી જોઈરાઈડનું ફક્ત ઓનલાઇન જ બુકિંગ થાય છે જેનો શહેરીજનો દ્વારા સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જોકે હાલમાં આ રાઈડ બંધ હોવાથી જે પેસેન્જરોએ ઓનલાઇન એડવાન્સમાં બુકિંગ કર્યું છે તેમને પૂરું રીફંડ આપી દેવાશે. અથવા તો બીજી તારીખ માં રાઈડ એક્સચેન્જ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.