નેપાળમાં 6 યાત્રીઓ સહીતનું હેલિકોપ્ટર થયુ ગુમ,કંટ્રોલરુમથી 10 વાગ્યાનો તૂટ્યો હતો સંપર્ક
કાઠમંડુ- સમગ્ર જગ્યાએ હા વરસાદનું વાતાવરણ છે આવી સ્થિતિમાં પાડોશી દેશ નેપાળમાંથી 6 યાત્રીઓથી ભરેલું હેલિકોપ્ટર ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ હેલિકોપ્ટર નેપાળના સોલુખુભુથી કાઠમંડુ જઈ રહ્યું હતું અને તે ગુમ થઈ ગયું હતું.
કહેવામાં આવી રહ્જેયું છે કે આ હેલિકોપ્માંટરમાં છ લોકો સવાર હતા હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથે સવારે 10 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી હેલિકોપ્ટર વિશે કોઈ માહિતી મળી નથી.હાલ તેના વિશેની તપાસ શોઘખોળ ચાલુ છે.
હેલિકોપ્ટરે ઇડાન ભર્યાના 15 મિનિટ બાદ કોઈ જસંપર્ક કંટ્રોલ રુમ સાથે થયો નથી તેમ કહેવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો જે બાદ સર્ચ ઓપરેશન ચાલુ છે. માહિતી અધિકારીએ જણાવ્યું કે ચોપર સોલુખુમ્બુથી કાઠમંડુ જઈ રહ્યું હતું અને સવારે 10 વાગ્યે કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો
આ સાથએ જ કહેવામાં આવ્યું કે કોલ સાઈન 9NMV ધરાવતું હેલિકોપ્ટર સવારે 10:12 વાગ્યેના સ્થાનિક સમય રડારથી દૂર ગયું. ગુમ થયેલા હેલિકોપ્ટરમાં 5 વિદેશી નાગરિકો સવાર હોવાનું જણાવાઈ રહ્યું છે સાથે એક પાયલોટ આમ 6 લોકો સવાર હતા.