ગાંધીનગરઃ રાજ્યના યાત્રાધામોના વિકાસ માટે સરકારે અનેક યોજનાઓ હાથ ધરી છે. અનેક યાત્રાધામો સુપ્રસિદ્ધ છે અને રોજબરોજ અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવતા હોય છે, ત્યારે યાત્રિકોની સુવિધા માટે વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. મહત્વના યાત્રાધામો વચ્ચે સરકાર દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનું આયોજન છે. તેના માટે આઠ જેટલા યાત્રાધામો નજીક હેલિપેડ અથવા હેલિપોર્ટ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે. અને આ વિકાસ કામોને પણ સૈધ્ધાતિંક મંજુરી આપી દેવામાં આવી છે. હેલિપેડ બની ગયા બાદ યાત્રાધામો વચ્ચે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના 8 યાત્રાધામ પર હેલિપેડ અથવા હેલિપોર્ટ બનાવવામાં આવશે. જેમાં 24 કલાકમાં ગમે ત્યારે હેલિકોપટર ઉતરી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું આયોજન સરકારે કર્યું છે. જેમાં અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા અને શામળાજી સહિત આઠ યાત્રાધામો નજીક હેલિપેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે અમદાવાદ એરપોર્ટ પર પણ આ વ્યવસ્થા ઊભી કરાશે. અમદાવાદમાં આખા ભારતનું બીજા નંબરનું આધુનિક હેલિપોર્ટ બનાવવામાં આવશે. આ તમામ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. સાથે જ રાજ્યમાં નવા 295 કોઝ-વે બનાવવામાં આવશે,
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વર્ષે વરસાદમાં વિખુટા પડેલા ગામો અંગે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ટોટલ વિખુટા પડી જાય છે એવા 295 ગામોને આઈડેન્ટિફાઈ કરાયા છે. ત્યારે આ ગામોએ 471 કરોડના ખર્ચે કોઝ-વે બનાવવાની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. (file photo)