Site icon Revoi.in

અયોધ્યામાં રામ મંદિર માટે ભક્તોની લેવાશે મદદ, વિશ્વ હિન્દુ પરિષદ 11 કરોડ પરિવારનો કરશે સંપર્ક

Social Share

દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર બનાવવા માટે રામ ભક્તો પાસે મદદ લેવામાં આવશે. જે માટે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અભિયાન ચલાશે. વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દેશના ચાર લાખ ગામમાં 11 કરોડ પરિવારનો સંપર્ક કરશે. એટલું જ રામ ભક્તો દ્વારા મંદિર નિર્માણ માટે આર્થિક મદદ કરવામાં આવશે તો તે પણ સ્વિકારવામાં આવશે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર બનનારા ભવ્ય મંદિર માટે દેશભરમાં તમામ રામભક્તોની મદદ લેવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ઘરે-ઘરે જશે. મકરસંક્રાતિથી માધ-પૂર્ણીમા સુધી ચાલનારા આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દેશના ચાર લાખ ગામના 11 કરોડ પરિવારનો સંપર્ક કરશે. તેમજ તેમને શ્રી રામ જન્મભૂમિ સાથે જોડીને રામત્વનો પ્રયાસ કરવામાં આવશે. દરેક જાતિ, મત, પંથ, સંપ્રદાયના લોકોના સહયોગથી રામ મંદિર હકીકતમાં એક રાષ્ટ્ર મંદિરનું રૂપ લેશે. આ અભિયાનમાં રામભક્તો દ્વારા મંદિર નિર્માણ માટે આપવામાં આવતી આર્થિક મદદ પણ સ્વિકારવામાં આવશે. જે માટે રૂ. 10, 100 અને રૂ. 1000ની રસીદ પણ આપવામાં આવશે. તેમજ કરોડો ઘરમાં ભગવાનના દિવ્ય મંદિરની તસ્વીર પણ પહોંચાળવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને ગુવાહાટીની આઈઆઈટી, સીબીઆરઆઈ અને વિવિધ કંપનીના એન્જિનીયરો મંદિરના મજબુત પાયાની ડ્રાઈંગ પર કામગીરી કરી રહ્યાં છે. સંપૂર્ણ મંદિર પથ્થરોનું બનાવવામાં આવશે. તેમજ દરેક માળની ઉંચાઈ 20 ફુટ, લંબાઈ 360 ફુટ તથા પહોંળાઈ 235 ફુટ હશે.